બોર્ડનાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષાર્થી શુભેચ્છા સમારોહ
ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે તેથી વિદ્યામંદિરમાં અભ્યાસ કરતા બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા ખૂબ સારી જાય અને ખૂબ સારા પરિણામ સહ ઉત્તીર્ણ થાય એ માટે BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર જૂનાગઢ દ્વારા પરીક્ષાર્થી શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂજ્ય સંતો દ્વારા વૈદિક મહાપૂજા કરવામાં આવેલી. જીવનમાં અશક્ય કંઈ નથી જે ધારો તે કરી શકો તે વિષયક પ્રેરક વિડિઓ દ્વારા વિદ્યાર્થીઓને હિંમત અને બળ આપવામાં આવેલું. આ પ્રસંગે BAPS સ્વામિનારાયણ મંદિર જૂનાગઢના કોઠારી પૂજ્ય ધર્મવિનય સ્વામીએ પોતાના પ્રવચન દ્વારા વિદ્યાર્થીઓને ઉત્સાહ અને ઉચ્ચ સફળતા માટેનું માર્ગદર્શન આપેલું. પરીક્ષાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવેલી...
Examinees’ Good Luck Ceremony for Board Students
As the Class 10 and 12 board examinations are about to begin, BAPS Swaminarayan Vidyamandir, Junagadh organized an Examinee Best Wishes Ceremony to pray for the students’ excellent performance and outstanding results.During the program, revered saints conducted a Vedic Mahapuja. Students were encouraged and strengthened through an inspiring motivational video conveying the message that nothing is impossible in life and one can achieve anything with determination.On this occasion, Pujya Dharmvinay Swami, the Kothari of BAPS Swaminarayan Mandir, Junagadh, delivered an uplifting discourse, guiding students with enthusiasm and valuable direction towards greater success. Finally, heartfelt best wishes were extended to all examinees for their upcoming board examinations.